ભગવંત માનના સંસદ પર બનાવેલ વિડીયોથી વિવાદ,સ્પીકરે નોટિસ આપી

Date:2016-07-22 12:07:58

Published By:Jayesh

નવી દિલ્હીઃ આપના સાંસદ ભગવંત માન વિરુદ્ધ ભાજપ સાંસદ કિરીટ સૌમૈયા, મહેશ ગિરી અને પ્રેમ સિંહ ચંદૂમાઝરાએ લોકસભામાં વિશેષાધિકાર પ્રસ્તાવની નોટિસ આપી છે. માને ગુરુવારે સંસદની સુરક્ષા ચેકિંગનો વીડિયો ફેસબુક પર પોસ્ટ કર્યો હતો, જેને લઈને વિવાદ સર્જાયો છે. લોકસભામાં ભગવંત માન પર સંસદની સુરક્ષા સાથે ચેડાં કર્યાનો આરોપ લાગ્યો છે.

માને મોબાઈલ ફોનના કેમેરાથી તેમના ઘરેથી સંસદ ભવનની અંદર સુધીનો લાઈવ વીડિયો ફેસબુક પર પોસ્ટ કર્યો છે.તમામ પક્ષના સાંસદોનું કહેવું છે કે, માને સંસદની સુરક્ષા સાથે ચેડાં કર્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, માન કેવી રીતે મેઈન ગેટથી દાખલ થાય છે અને પછી સંસદ પહોંચે છે. સંસદમાં જ્યાં-જ્યાં ભગવંત જાય થાય છે. તેની કોમેન્ટરી પણ કરી છે.

ફેસબુક પર લાઈવ શેર કરવામાં આવેલા આ વીડિયોમાં માને તેના ઘરેથી કારમાં સંસદ પહોંચ્યા તે દરમિયાન સિક્યુરિટી ચેક પોઈન્ટથી લઈને સંસદમાં પ્રશ્નકાળ કેવી રીતે થાય છે તેની સંપૂર્ણ માહિતી આપી છે.11 મિનિટ 52 સેકન્ડનાં આ વીડિયોમાં માન પોતે તમામ જગ્યા વિશે જણાવતા વોઈસ ઓવર આપતા જોવા મળે છે.ગાડી કેવી રીતે આવે છે અને સેન્સરથી કેવી રીતે ગેટ ખુલે છે, સહિતની માહિતી તેમાં આપી છે. બાદમાં કેવી રીતે લોટરી સિસ્ટમથી સવાલ પૂછવામાં આવે છે, તે જણાવે છે. 

પંજાબથી આપના સાંસદ ભગવંતના આ વીડિયો પર થયેલા વિવાદ થયા બાદ પણ તેને ખોટું હોવાનો અસ્વીકાર કર્યો હતો.તેમણે કહ્યું હતું કે, 'તેમાં કોઈ ભૂલ નથી. શું આમ કરવાથી સંસદની સુરક્ષા જોખમમાં આવી ગઈ છે? શું આ ગેરકાયદે છે?'વીડિયોમાં એ જણાવવામાં આવ્યું છે કે, સંસદના પ્રશ્નકાળમાં કેવા સવાલો કરવામાં આવે છે.આ વીડિયો વિરુદ્ધ કાર્યવાહી થવાને લઈને પૂછવામાં આવેલા સવાલ પર માને કહ્યું હતું કે, 'હું કાલે ફરી વીડિયો પોસ્ટ કરીશ.મળવા દો નોટિસ.લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને સમગ્ર ઘટનાક્રમનો રિપોર્ટ માંગ્યો હતો. જરૂર પડશે તો માનને બોલાવવામાં પણ આવશે. 

 

Cricket Score

WhatsApp Registraltion

Close