માયાવતી સહિત બસપાના ૩ અન્ય નેતાઓ વિરુધ્ધ FIR

Date:2016-07-22 16:13:42

Published By:Jay

લખનૌ-બસપા સુપ્રીમો માયાવતી સહિત બસપાના ૩ અન્ય નેતાઓની વિરુધ્ધ લખનૌના હજરતગંજ થાણામાં કેસ નોધાવવામાં આવ્યો છે.આ નેતાઓની વિરુધ્ધ દયાશંકરની માં અને તેમની પત્ની વિશે અપશબ્દો બોલ્યા હતાં.પોલીસે લગભગ ૩ કલાક પછી આ નેતાઓ પર આઈપીસીની કલમ ૫૦૪,૫૦૫,૪૦૯,૧૨૦બી,૧૫૩એ તથા ક્રાઈમ ૪૫૮/૧૬ અંતર્ગત કેસ નોધ્યો છે.બીએસપી કાર્યકર્તાઓએ દયાશંકરની વિરુધ્ધ પ્રદર્શનમાં તેની માં,બહેન,પત્ની અને પુત્રીને ગાળો બોલી હતી.આ ઘટનાને કારણે દયાશંકરની પુત્રી ડરના કારણે સ્કુલ પણ જતી નથી.

લખનૌના હજરત ગંજ થાણામાં ૩ કલાક પછી બસપા અધ્યક્ષ માયાવતી,ઉપાધ્યક્ષ નસીમુદ્દીન સિદ્દકી,રામઅચલ રાજભર,રાષ્ટ્રીય સચિવ મેવાલાલની વિરુધ્ધ આઈપીસીની કલમ ૫૦૪,૫૦૫,૪૦૯,૧૨૦બી,૧૫૩એ તથા ક્રાઈમ ૪૫૮/૧૬ અંતર્ગત કેસ નોધ્યો છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close