MP:૨૦૦ ફુટ ઊંડા બોરવેલમાં પડ્યો ૩ વર્ષનો અભય,રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

Date:2016-07-23 10:57:51

Published By:Jay

મધ્યપ્રદેશ-મધ્યપ્રદેશના ગ્વાલિયર જીલ્લાની ડબરા તહસીલમાં એક ત્રણ વર્ષનુ બાળક શુક્રવાર સાંજે ખુલ્લા બોરવેલમાં પડી ગયો છે.બોરવેલની ઊંડાઈ ૨૦૦ ફુટ જણાવવામાં આવી છે.બાળક હજુ ૨૫ થી ૩૦ ફુટ ઊંડાઈની વચ્ચે ફસાયેલ છે.તેને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરશન ચાલુ છે.

ડબરાના ખેરી ગામમાં સાંજે લગભગ ૪ વાગે ત્રણ વર્ષનો અભય પંચોલી રમતા-રમતા અચાનક લગભગ ૨૦૦ ફુટ ઊંડા બોરવેલમાં પડી ગયો છે.તેની લોકેશન જાણવા માટે કેમેરા ઉતારવામાં આવ્યા,તો જાણવા મળ્યુ કે તે ૨૫ થી ૩૦ ફુટની વચ્ચે ફસાયેલો છે.બાળક માટે બીએસએફના જવાન રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલા છે.તેના સિવાય પ્રશાસનિક અધિકારી પણ ઘટના સ્થળ પર હાજર છે.

Cricket Score

WhatsApp Registraltion

Close