સેક્સ રેકેટના માસ્ટર માઈન્ડ સાથે ધોની અને રૈનાની તસ્વીર સામે આવી

Date:2016-07-23 18:22:41

Published By:Jayesh

રાંચી - સફદરગંજ એક્લેવમાં રેડ દરમિયાન બહાર આવેલા હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલ સંન્યાલ તો માત્ર મહોરો હતો. સેક્સ રેકેટ નેટવર્કનો મુખ્ય આરોપી પૂર્વ આરોપી કર્નલ અજય અહલાવત છે. અવું માનવામાં આવે છે કે, અહલાવતના સંબંધ કેટલાક મંત્રીઓ, સેનાના અધિકારીઓ સહિત  ઘણા બધા એરોક્રેટ્સ સાથે છે. એટલું જ  નહી અજય અહલાવતનો નામ સામે આવતા જ ક્રિકેટના મોટા ખેલાડીઓ અને સેના અધિકારીઓથી લઈને રેકેટનો સંપર્ક જાલ મોરક્કોની મોર્ડલ સુધી પહોંચ્યો છે. પૂર્વ કર્નલથી પોલીસ સતત પૂછ પરછ કરી રહી છે.


સુત્રોના જણાવ્યા અનુસાર અહલાવતના પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે સંબંધ હોવાના કારણે હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. રિટાયર્ડ કર્નલ અજય અહલાવત દિલ્હીના રંગપરી વિસ્તારમાં રહે છે. અહલાવત ઉપર કેટલાક ક્રિમિનલ કેસ પણ છે, તેની ઉપર પ્રોપર્ટી બાબતે છેતરપિંડી કરવાના 3 કેસ નોંધાયેલા છે. પોલીસને કર્નલને અજય અહલાવત સાથે આરોપોમાં સંડોવાયેલ  પી. એન સન્યાલ પાસેથી કેટલીક વિદેશી છોકરીઓના ફોન નંબર અને પાસપોર્ટની માહિતી મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર અજ અહલાવતનું ગુડગાવમાં એક ફામ હાઉસ છે છે જ્યાં તે એક પોલો ક્લબ પણ ચલાવે છે, અને ત્યાં પ્રભાવશાળી વ્યક્તિઓ માટે પાર્ટી પણ કરે છે. આ પાર્ટીઓની કેટલીક તસવીર જોઈને પોલીસ ચોકી ગઈ છે.જ્યારે તેમણે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ક્રિકેટર સુરેશ રૈનાની તસવીર અહલાવત સાથે જોઈ હતી. જે તસવીર સામે આવી છે તે પ્રમાણે અહલાવતના બંને ખેલાડીઓ સાથે સારા સંબંધ છે.  

પોલિસ સુત્રોના જણાવ્યા અનુસાર મહેન્દ્ર સિંહ ધોની પોતાના જન્મ દિવસની પાર્ટી અજય અહલાવતના ફાર્મ હાઉસ ઉપર કરી ચૂક્યા છે. જે પાર્ટીમાં પ્રભાવશાળી વ્યક્તિઓ હાજર રહી હતી. પોલીસ હજુ સુધી તે નિષ્કર્ષ ઉપર પહોંચી શકી નથી કે, ક્રિકેટરો, મોટા વ્યાપારીઓ અને રાજકારણીઓના સંબંધ અહલાવત સાથે મોજશોખ પૂરતા હતા કે વ્યાપારીક સંબંધ છે. 

પોલીસ હાલમાં વધુ તપાસ કરી રહી છે. જેના કારણે ટૂંક સમયમાં બીજા રાજકારણીઓના નામ સામે આવી શકે છે. સુત્રોના જણાવ્યા અનુસાર તેમાંથી એક ભાજપાના ધારાસભ્ય જગદમ્બિકા પાલ છે અને બીજા સમાજવાદી પાર્ટીના સાંસદ નરેશ અગ્રવાલ છે. સેક્સ રેકેટ ચલાવનાર આરોપી પી. અને. સાન્યાલના ઘરે દસ્તાવેજ મળ્યા છે તેમાં ટ્રેન ટિકિટ કન્ફોર્મ કરાવવા માટે ફોર્મ જગદમ્બિકા પાલની સિગ્નેચર, લેટર હેડ અને સિક્કો લાગેલ છે. બીજો સાંસદ નરેશ અગ્રવાલના નામ પર સરકારી કચેરીઓમાં ફોન કરતો હતો. આ મામલો સામે આવતા બંને સાંસદોએ લેટર પેડને ખોટો બતાવ્યો છે અને તેમણે પી. એન. સન્યાલને ન ઓળખવાની વાત કહી છે. 

Cricket Score

WhatsApp Registraltion

Close