ગૌરક્ષકો RSSની પ્રાઈવેટ આર્મી, ઉના પીડિતો છોડી દો હિન્દુ ધર્મ: ડૉ.બાબા સાહેબ આંબેડકરના પૌત્ર

Date:2016-07-24 17:05:42

Published By:Jayesh

ઉના - બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે ગઇકાલે ગુજરાતની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉનાના દલિત પીડિતો સાથે મુલાકાત કરી હતી. તેઓ ગીર સોમનાથ જિલ્લામાં ઉનાના દલિત પીડિતોના પરિવારને મળી સાંત્વના આપી હતી. પીડિતોને મળ્યા બાદ પ્રકાશે આંબેડકરે દલિતોને હિન્દુ ધર્મ છોડવાનું અને જાતિ પ્રથાથી આઝાદ થવા માટે કહ્યું. તેમણે ઉના પીડિતોને હિન્દુ ધર્મ છોડવા માટે કહ્યું છે. જાતિ પ્રથાના લીધે જ દલિતોને હિન્દુ ધર્મમાં અમાનવીય મુશ્કેલી સહન કરવી પડી રહી છે.

ગુજરાત આવેલા પ્રકાશ આંબેડકરે કહ્યું હતું કે દલિતોને જાહેરમાં ઢોર મારવાનો આ કિસ્સો પૂર્વઆયોજીત હતો. ગૌરક્ષકોને ઘટનાસ્થળે બોલાવાયા હતા, જ્યાં તેમણે દલિતોને નિર્દયતાપૂર્વક ફટકાર્યા હતા અને તેનો વીડિયો બનાવ્યો હતો. આરએસએસની પ્રાઈવેટ આર્મી ગુજરાતમાં બેરોકટોક કામ કરી રહી છે. આ લશ્કર પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને ગૌરક્ષા કરતી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતાં પ્રવીણ તોગડિયા (વીએચપી નેતા)ની ધરપકડ થવી જોઈએ. 

મોટા સમઢિયાળાના દલિતોને તેમના ધર્મમા રહેલી વર્ણવ્યવસ્થા દબાવી રહી છે. તેમણે મરેલા પશુઓના ચામડાં ઉતારવાનું બંધ કરવું જોઈએ અને ગૌરક્ષકોને જ કામ કરવા દેવું જોઈએ અને ગૌરક્ષકોને જ આ કામ કરવા દેવું જોઈએ તેવું તેમણે એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ડૉ.બાબાસાહેબ આંબેડકરે ધર્માંતરણની વાત કરી હતી. ધર્માંતરણ બાદ દલિતોની વૈચારિક પ્રક્રિયા બદલાશે અને તેઓ કોઈની આગળ ઘૂંટણિયે નહીં પડે.

તેમણે દલિતોના સશ્કિતકરણ અંગે કહ્યું હતું કે ગુજરાતમાં દલિતોને જમીન ફાળવવામાં આવી હોવા છતાં તેના પર ખેતી કરવા માટે કબજો મળતો નથી. બે એકર જમીન પણ તેમને આર્થિક રીતે પગભર બનાવી શકે છે. મેં મહારાષ્ટ્રમાં દલિતોને જમીન આપવા માટે ચળવળ ચલાવી હતી. જેનો સાડા આઠ લાખ દલિત પરિવારોને ફાયદો થયો હતો. દલિતોને સામાજીક આઝાદી સાથે જમીન પણ મળશે તો તેઓ કોઈના પર આધારિત નહીં રહે.

અમે આંબેડકર મુવમેન્ટ ચલાવી રહ્યા છીએ તે બીજા રાજ્યોની માફ્ક ગુજરાતમાં શક્તિશાળી નથી. પરંતુ નવી પેઢીના લોકો તેમાં જોડાઈ રહ્યાં છે અને રસ દાખવી રહ્યાં છે. તેમણે દિશાનિર્દેશ અને કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શનની જરૂર છે જે અમે પૂરું પાડી રહ્યાં છીએ.

Cricket Score

WhatsApp Registraltion

Close