કાશ્મીર મામલે થર્ડ પાર્ટીની જરૂર નથી - રાજનાથ સિંહ

Date:2016-07-24 23:49:09

Published By:Jayesh

શ્રીનગર - કાશ્મીર મુદ્દે કેન્દ્ર સરકાર તરફથી સતત નોંધ લેવામાં આવી રહી છે. જેના માટે ગૃહ મંત્રી રાજનાથસિંહ બે દિવસ માટે કાશ્મીરની મુલાકાત પર છે. આ દરમિયાન તેમણે ત્યાંના મુખ્યમંત્રી મેહબુબા મુફ્તી સાથે મુલાકાત કરી હતી. જેમની સાથે તેમને રાજ્યની સુરક્ષા અંગે વાતચીત કરી હતી. જે દરમિયાન તેમણે પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે ભૂમિકા પર પણ સવાલ ઊભા કર્યા હતા.

જે પછી તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે કહ્યું કે, કોઇ પણ સંજોગોમાં આતંકવાદને સહન કરવામાં આવશે નહીં. જે સાથે જ તેમણે પાડોશી દેશ પાકિસ્તાન પર આરોપ લગાવ્યો કે, તેઓ કાશ્મીરના યુવાનોને હથિયાર ઉપાડવા માટે ઉશ્કેરી રહ્યા છે. જેના માટે તેમણે પાકિસ્તાનને કહ્યું કે, પાકિસ્તાન જાતે પણ આતંકવાદનો સામનો કરી રહ્યું છે

આ અંગે રાજનાથ સિંહે કહ્યું કે, કાશ્મીર હિંસામાં 2228 પોલીસ જવાનો અને 1100 CRPF જવાનો ઇજાગ્રસ્ત થયા છે. તેમજ 2259 નાગરિકો પણ ઇજાગ્રસ્ત થયા છે. રાજનાથ સિંહે સુરક્ષા જવાનોને પેલેટ ગનનો ઉપયોગથી બચવા માટે પણ સૂચન આપ્યું છે. કાશ્મીર અંગે વડાપ્રધાન મોદી સતત તેમની સાથે સંપર્કમાં છે  તેમ પણ રાજનાથે કહ્યું હતું. 

ગૃહમંત્રી રાજનાથ સિંહ કાશ્મીર ઘાટીમાં યુવાનોને શાંતિ સ્થાપવા માટે અપીલ કરી. તેમજ યુવાનોને નોકરી આપવાની પણ અપીલ કરી છે. તેમજ લોકોને કહ્યું કે, કોઇ પણ સમસ્યાનો વાતચીતથી ઉકેલ આવી શકે છે. આ ઉપરાંત તેમણે સ્થાનિક લોકો પાસે પણ પોતાના મંતવ્યો માંગ્યા છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે, તમામ સમસ્યાનું સાથે મળીને હલ લાવીશું. આ માટે તેમણે 30 કરતા વધુ દળો સાથે મુલાકાત કરી છે. જે સાથે જ તેમણે કહ્યુંકે, આતંકવાદ સામે લડીને જીતીશું. ગૃહમંત્રીએ સાથે જ કહ્યુંકે, ઇજાગ્રસ્ત લોકોને જરૂર પડશે તો એમ્સમાં સારવાર માટે મોકલવામાં આવશે, જેના માટે એક નોડલ અધિકારીઓની પણ નિમણુંક કરવામાં આવશે.

Cricket Score

WhatsApp Registraltion

Close