ચિંકારા કેસમાં સલમાન ખાનને મોટી રાહત,રાજસ્થાન હાઈકોર્ટે બંને કેસમાં નિર્દોષ જાહેર કર્યો

Date:2016-07-25 10:54:48

Published By:Jayesh

જયપુર - વર્ષ 1998માં ચિંકારા શિકાર મામલામાં જોધપુર હાઇકોર્ટ આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. આ નિર્ણય બોલિવૂડ અભિનેતા સલમાન ખાન વિરુદ્ધ કાળા હરણ અને ચિંકારા મામલાનો હતો.. જેમાં રાજસ્થાન હાઈકોર્ટે સલમાનને મોટી રાહત આપતાં તેને નિર્દોષ જાહેર કર્યો છે.ઉલ્લેખનીય છેકે જોધપુરનાં ભાવડમાં 26 સપ્ટેમ્બર 1998 અને 28 સપ્ટેમ્બર 1998 ઘોડા ફાર્મ્સમાં અવેધ શિકારના મામલા હતા.આ પહેલા નીચલી કોર્ટે સલમાનને શિકારનાં બે અલગ-અલગ મામલામાં સજા સંભળાવી હતી.જેમા એક મામલામાં એક વર્ષ અને બીજા મામલામાં 5 વર્ષની સજા સંભળાવી હતી. 


સલમાને આ સજાને હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો, જેના અનુસંધાને હાઇકોર્ટે આ મામલા પર મેં મહિનાનાં છેલ્લા અઠવાડીયામાં સુનાવણી પુરી કરી લીધી હતી. જો કે હાઇકોર્ટે આ મામલામાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

નોંધનીય છે કે વર્ષ 1998માં ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ના શુટિંગ દરમિયાન શિકારનો આ મામલો સામે આવ્યો હતો. સલમાન આ કેસમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં જઇ ચૂક્યો છે અને  સલમાને આ મામલા હેઠળ જેલમાં આઠ દિવસ પણ ગુજાર્યા હતાં.

Cricket Score

WhatsApp Registraltion

Close