ઉત્તર પ્રદેશમાં શાળાની વાન ટ્રેનની અડફેટે આવી,8 નિર્દોષ બાળકોના મોત

Date:2016-07-25 11:01:06

Published By:Jayesh

ભદૌહી - ઉત્તરપ્રદેશના ભદોહીમાં એક શાળાની વાન અને ટ્રેન વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ જતા આઠ બાળકોના મોત થયા છે. આ ઉપરાંત 12 બાળકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના ભદોહીના કેયરમઉ સ્થિત માનવરહિત રેલવે ક્રોસિંગ પર ઘટી હતી, જ્યાં બાળકોને લઈને જતી શાળાની વાન અલાહાબાદ-વારાણસી પેસેન્જર ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. 


મળતી પ્રાથમિક માહિતી મુજબ દુર્ઘટનાગ્રસ્ત વાન શહેરના ટેન્ડરહાર્ટ પબ્લિક સ્કૂલની હતી. ઘટનાની જાણકારી મળતા પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે રવાના થયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાળકોને વારાણસીની બીએચયુ હોસ્પિટલ મોકલાઈ રહ્યાં છે. આ બાજુ ઘટના માટે શાળા વાનના ડ્રાઈવરને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. 

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ માનવરહિત રેલવે ક્રોસિંગ પર રેલવેએ એક ગેટમેનની ડ્યૂટી લગાવી છે. ગેટમેને વાનના ડ્રાઈવરને રોકવા માટે ઈશારો પણ કર્યો હતો પરંતુ તેણે ધ્યાન ન આપ્યું અને આ અરેરાટી ઉપજાવે તેવી દુર્ઘટના ઘટી હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close