સરદાર સરોવરની જળસપાટી વધી,ઓવરફ્લોથી માત્ર 3.33 મીટર દૂર

Date:2016-07-25 11:08:47

Published By:Jayesh

ભરુચ - સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી હાલ ૧૧૮.૫૯ મીટરે પહોંચતાં તે ઓવરફ્લોથી હજુ ૩.૩૩ મીટર દૂર છે. નર્મદા નદીમાં મધ્યપ્રદેશના જળાશયો અને બંધોમાંથી આવતા પાણી સહિતની આવક હાલમાં ૬૫,૨૯૫ કયુસેક છે. ત્યારે નર્મદા સરોવર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા જણાય રહી છે પણ તે શક્યતા જો અને તો પર અટકેલી છે. કારણકે મધ્યપ્રદેશના નર્મદા નદી પર આવેલા મોટા ડેમો પાણીથી ભરાઇ ગયા છે અને હવે એ કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડે તો ખૂબ જ ઓછા પાણીનો સંગ્રહ જ આ ડેમમાં થવાની શક્યતા છે.

આમ ગુજરાતમાં વરસાદ ન પડે તો પણ ડેમ ઓવરફ્લો થઇ શકે છે. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં મુશળધાર વરસાદ પડે અને ત્યાંના ડેમોમાંથી પાણી છોડાય તો નર્મદા ડેમ વહેલો ઓવરફ્લો થઇ શકે તેમ છે. કારણ કે નર્મદા ડેમની ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના તવાડેમ, બર્ગીડેમ, ઓવકારેશ્વર ડેમ, ઇન્દીરા સાગર ડેમ પાણીથી ભરાઇ ગયા છે, પરંતુ વરસાદ નર્મદા ડેમના કેચમેન્ટ એરીયામાં ના પડે તેમજ મધ્યપ્રદેશના વિસ્તારોમાં ખાસ કરીને નર્મદા નદીના વિસ્તારમાં ના પડે તો નર્મદા ડેમ વહેલો ઓવરફ્લો ના થાય અને તે થોડા વધુ દિવસો લંબાઇ શકે છે.

Cricket Score

WhatsApp Registraltion

Close