આતંકીઓને આશ્રય આપવાના મામલે અફઘાન રાષ્ટ્રપતિએ પાકને ખરીખોટી સંભળાવી

Date:2016-07-25 11:18:56

Published By:Jayesh

ક્વેટા - અફઘાનિસ્તાનના પ્રેસિડેન્ટ અશરફ ઘનીએ પાકિસ્તાન દ્વારા આતંકીઓને સેફ હેવન આપવા પર નારાજગી વ્યક્ત કરી છે. ગનીએ કહ્યું કે અલ કાયદા અને તાલિબાનને પહોંચી વળવા કરતાં મોટું ચેલેન્જ પાકિસ્તાન સાથે સંબંધ બનાવવાનું છે, સાથે જ ભારત સાથેની મિત્રતાને લઈને અફઘાનિસ્તાન ગર્વ અનુભવી રહ્યું છે.


ઘનીએ જિયો ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું કે 'એ સમજવું મુશ્કેલ છે કે એક તરફ પાકિસ્તાન કહે છે કે તે કોઈપણ ટેરરિસ્ટ ગ્રૂપને પોતાનું બંધારણ બદલવાની મંજૂરી નહીં આપે અને બીજી તરફ તે દાવો કરી રહ્યું છે કે તે આતંકીઓ પર કાર્યવાહી કરવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરશે.તો પાકિસ્તાનનું અન્ય ગ્રૂપ સરકારે કહેલી વાતોની ચિંતા કર્યા વગર અફઘાનિસ્તાનમાં હુમલા કરી રહ્યું છે.ઘનીએ કહ્યું કે 'હું ક્વેટામાં રહેતા તાલિબાન આતંકીઓનું એડ્રેસ પણ આપી શકું છું.જ્યાં સુધી પાકિસ્તાન આતંકી સંગઠન વિરુદ્ધ કાર્યવાહી નહીં કરે ત્યાં અમે તેના પર વિશ્વાસ નહીં કરીએ.અફઘાન પ્રેસિડેન્ટે આ વાત શનિવારે કહી હતી, આ જ દિવસે કાબુલમાં આતંકી હુમલો થયો હતો જેમાં 80નાં મોત થયા હતા.આ હુમલાને છેલ્લા 15 વર્ષમાં સૌથી મોટો હુમલો કહેવામાં આવી રહ્યો છે.

ઘનીએ દાવો કર્યો કે અફઘાન ફોર્સે તહરીક એ તાલિબાન ચીફ મુલ્લા ફઝલુલ્લાહ અને અન્ય આતંકીઓ પર 11 વખત હુમલા કર્યા છે.શું તમે જણાવી શકો કે પાકિસ્તાને હક્કાની નેટવર્ક, મુલ્લા ઉમર, મુલ્લા મંસૂર વિરુદ્ધ એકપણ હુમલા કર્યા ? મંસૂર પાકિસ્તાની પાસપોર્ટની મદદથી કરાચીમાંથી ફરાર થઈ ગયો હતો. એવી રીતે ફઝલુલ્લાહ અફઘાન પાસપોર્ટ લઈને કાબૂલની બહાર નથી જઈ શકતો.જે વ્યક્તિને અફઘાનિસ્તાન ટેરરિસ્ટ ગણાવે છે તે પાકિસ્તાનમાં મિટિંગ કરે છે.ઘનીએ અફઘાન સરકાર દ્વારા મુલ્લા ઉમરનાં મોતના ન્યૂઝ લીક કરવાની વાત નકારી હતી.

ભારત સાથે અફઘાનિસ્તાનના ઐતિહાસિક સંબંધો છે.ભારત, અફઘાનિસ્તાનમાં ડેમ બનાવી રહ્યું છે, ભારત એક લોકતાત્રિક દેશ છે.સૌથી મોટી વાત તે અમારી ડેમોક્રેસીની આશાઓને સમજી રહ્યું છે.

Cricket Score

WhatsApp Registraltion

Close