સુરતના ઉદ્યોગપતિની અનોખી પહેલ,દીકરાને સમૂહલગ્નમાં પરણાવશે

Date:2016-07-25 11:26:57

Published By:Jayesh

સુરત: સુરતમાં વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ સમાજને નવી રાહ ચીંધવાના ઇરાદા સાથે સમૂહલગ્નમાં પોતાના દીકરા અને કાકાના દીકરાના લગ્ન કરાવશે. આ સમૂહલગ્નમાં થનાર કરોડો રૂપિયાનો ખર્ચ ઉદ્યોગપતિનો પરિવાર પોતે ભોગવશે. આ ઉદ્યોગપતિ પરિવાર દર વર્ષે સમૂહલગ્નનું આયોજન કરાવતા હોય છે પરંતુ આ વખતના પ્રસંગમાં તેમનો દીકરો અને ભાઇના લગ્ન પણ થશે. 

 
સુરતમાં હીરા વ્યવસાય, રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા અને ગ્રૃપ ઓફ સ્કૂલ સાથે સંકળાયેલા મહેશ સવાણી હંમેશાથી સમાજને નવી રાહ ચીંધતા આવ્યા છે. તેઓ સાતેક વર્ષથી સમૂહલગ્નનું આયોજન કરતા આવ્યા છે. પરંતુ આ વખતના સમૂહલગ્નમાં તેમના દીકરા અને કાકાના દીકરાના લગ્ન થવાના છે. આ સમૂહલગ્નનો ખર્ચ તેઓ જાતે ઉપાડશે. સમાજના કરોડપતિઓ તેમના સંતાનોના ભભકાદાર લગ્નો કરીને રૂપિયાનું રીતસર પ્રદર્શન કરતા હોય છે. ત્યારે મહેશ સવાણીએ કદાચ એટલા જ ખર્ચમાં સમૂહલગ્નનું આયોજન કરીને તેમાં દીકરા અને ભાઇના લગ્ન કરાવવાના છે. આ લગ્ન સમારોહમાં તેમના દીકરા અને ભાઇ સિવાય અન્ય 236 જોડીઓ લગ્નગ્રંથિથી જોડાનાર છે. 

 

Cricket Score

WhatsApp Registraltion

Close