વિડ્યો મામલામાં MP ભગવંત માનના સંસદમાં આવવા પર ૩ ઓગસ્ટ સુધી પ્રતિબંધ

Date:2016-07-25 12:33:02

Published By:Jay

નવી દિલ્લી-સંસદની સુરક્ષાની સાથે ખિલવાડ કરવાના મામલે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને ૯ સભ્ય ટીમ બનાવી છે.એટલુ જ નહી ૩ ઓગસ્ટ સુધી આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માનને સાંસદમાં આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભગવંત માને સંસદની વિડ્યો બનાવી પોતાના ફેસબુક પેજ પર લાઈવ કરી હતી,ત્યાર પછી તે બધી રાજનીતિક પાર્ટીઓના નિશાના પર આવી ગયા હતા.ભગવંત માનના આ કામની લોકસભા અને રાજ્યસભા બંને સદનોમાં નિંદા કરવામાં આવી હતી.સંસદમાં શુક્રવારે આ મુદ્દે હંગામો થયો હતો.આ મુદ્દે બોલતા સાંસદીય મામલો વિશે રાજ્ય મંત્રી અબ્બાસ નકવીએ ભગવંત માનને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યુ કે જો ફરી તેમને આવું કઈ કર્યું તો તેમને જેલ થશે.

Cricket Score

WhatsApp Registraltion

Close