ક્યારે લોન્ચ થશે આઈફોન-7?,સામે આવી માહિતી

Date:2016-07-25 15:49:02

Published By:Jayesh

જલંધર – એપ્પલ દર વર્ષે સપ્ટેમ્બરમાં આઈફોન લોન્ચ ઈવેન્ટ રાખે છે પરંતુ આઈફોન-7 માટે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.જોકે એક નવા લીક થયેલા રિપોર્ટ પ્રમાણે આઈફોન-7ના સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં લોન્ચ થઈ શકે છે અને વિશેષ કરીને 12 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરી શકાય તેમ છે.આ વાતની જાણકારી ઈવાન બ્લાસ દ્વારા સામે આવ્યો છે જેમણે ગયા વર્ષે આઈફોન 6એસ અને આઈફોન 6એસ પ્લસ વિશે જાણકારી આપતાં કહ્યુ હતુ કે તેને 9 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે.

માનવામાં આવી રહ્યુ છેકે આઈફોન-7 ત્રણ વેરિએટ્સમાં લોન્ચ થશે.જેમાં આઈફોન-7,આઈફોન 7 પ્લસ અને આઈફોન-7 પ્રો વર્ઝન હશે.જોકે કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છેકે આઈફોન -7 બે વેરિએટ્સમાં લોન્ચ થશે.તે ઉપરાંત શરુઆતના વેરિએટમાં 16જીબીની જગ્યાએ 32 જીબી વેરિએટમાં લોન્ચ થશે.

અન્ય ફીચર્સની વાત કરીએ તો તેની કોઈ જાણકારી નથી પરંતુ આઈફોન-7માં નવો ડ્યુઅલ કેમેરા આપવામાં આવશે.તે ઉપરાંત રેમ(3 જીબી),નવું ચીપસેટ (એપ્પલએ10),નવુ ગ્રાફિક્સ કાર્ડ જોવા મળી શકે છે.

Cricket Score

WhatsApp Registraltion

Close