24 કલાકની અંદર ઈરાકમાં બીજો આત્મઘાતી બ્લાસ્ટ,14ના મોત

Date:2016-07-25 15:50:56

Published By:Jayesh

બગદાદ – ઈરાકના ઉત્તરી બગદાદમાં ફરી એક વાર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો.ઈરાકના બગદાદમાં એક કારમાં આત્મઘાતી હુમલો થયાના સમાચાર મળી રહ્યા છે.મિડીયા રિપોર્ટ પ્રમાણે આ બ્લાસ્ટમાં 14 લોકાના મોત થયા છે અને 30 અન્ય ઈજાગ્રસ્ત થયા છે.હજુ સુધી કોઈ આતંકી સંગઠને તેની જવાબદારી લીધી નથી.પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છેકે રવિવારે પણ ઉત્તરી બગદાદના કધીમિયયામાં સ્યુસાઈડ બ્લાસ્ટ થયો હતો જેમાં 21 લોકોના મોત અને 35 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા.આ હુમલાની જવાબદારી આઈએસે લીધી હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close